વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 | 8 પાસ અને અન્ય લાયકાત

By | February 1, 2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત 2023 અભિયાન અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે U-PHC ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે પબ્લિક હેલ્થ વર્કર(PHW) અને ફિલ્ડ વર્કર(પુરુષ) (FW) જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવી.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલવડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામપબ્લિક હેલ્થ વર્કર(PHW)
ફિલ્ડ વર્કર(પુરુષ) (FW)
કુલ જગ્યા554
અરજી છેલ્લી તારીખ09-02-2023
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

VMC ભરતી 2023

જે મિત્રો VMC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ્લ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ધોરણ 8 પાસ ભરતી 2023

જગ્યાનું નામકુલ જગ્યા
પબ્લિક હેલ્થ વર્કર (PHW)106
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)448

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત અને અનુભવ
પબ્લિક હેલ્થ વર્કર (PHW)ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ. અથવા
સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ.
કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)ઓછામાં ઓછુ 8 પાસ.
સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

માસિક મહેનતાણું

જગ્યાનું નામપગાર (માસિક)
પબ્લિક હેલ્થ વર્કર (PHW)રૂ. 12,130/- (ઉચ્ચક)
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)રૂ. 9,350/- (ઉચ્ચક)

વય મર્યાદા

18 વર્ષથી ઓછી નહી અને 45 વર્ષથી વધુ નહી. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ નહી.
  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

નિમણૂકની મુદ્દત

  • તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત

સુચના

ઉમેદવાર કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજી ધ્યાને આવ્યેથી જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

કેટેગરીવાઈઝ કોમન એક મેરીટ બનાવવામાં આવશે જે મુજબ ઉમેદવારે પસંદગી આપેલ ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે.

સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન Extension No. 0265-2314316, 17, 18 થી Internal No. 293 પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / મૌખિક ઈન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 31-01-2023
અરજી છેલ્લી તારીખ : 09-02-2023

મહત્વની લિંક

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો : અહીં ક્લિક કરો