TAT Exam 2023 Gujarat: TAT પરીક્ષા 2023, ઓફિશિયલ નોટિફિકેશન

By | May 3, 2023

TAT Exam 2023 Gujarat: ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ખાનગી અને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ‘ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) ‘ રાજ્ય પરીક્ષા દ્વારા લેવામાં આવે છે. TAT પરીક્ષા 2023 નું નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર OJAS ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

TAT Exam 2023 Gujarat

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 માં શિક્ષક બનવા માટે TAT પરીક્ષાનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 2 મે 2023 થી 20 મે 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. રાજ્ય પરીક્ષા દ્વારા TAT Exam 2023 માં મોટો ફેરફાર કરતા હવે આ પરીક્ષા હવે બે તબક્કામાં લેવામાં આવશે. સૌ પ્રથમ OMR આધારિત લેખિત પરીક્ષા અને બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા એટલે કે વર્ણાનત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.

TAT પરીક્ષા 2023

બોર્ડનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTAT Exam 2023
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ02/05/2023
ફોર્મની છેલ્લી તારીખ20/05/2023
ઓફિશિયલ વેબસાઈટsebexam.org

ગુજરાત TAT પરીક્ષા 2023

TAT પરીક્ષા નો લાયકાત ધરાવતા ઉમેદવાર ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ માં થયેલા સુધારા નો અમલ કરાવવા માટે TAT પરીક્ષા માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. TAT પરીક્ષાના નવા નોટિફિકેશન માં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે.

શૈક્ષણિક લાયકાત

  • નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.
  • શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૧૧૬/૧૨/છ,તા.૧૧-૦૧-૨૦૨૧ મુજબ રહેશે તથા શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૧૧૬/૧૨/૭,તા.૧૯-૧૦-૨૦૨૨ મુજબ રહેશે.
  • શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનું નિર્ણય જ અંતિમ રહેશે.
  • જે ઉમેદવારો શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે.

TAT પરીક્ષા 2023 ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ Apply Online પર ક્લિક કરો.
  • ત્યારબાદ જે માધ્યમ માં પરીક્ષા દેવા માંગતા હો તે સિલેક્ટ કરીને Apply પર ક્લિક કરો.
  • નવા પેજમાં ફોર્મની વિગતો ખુલશે તે તમામ વિગતો ભરીને સેવ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓનલાઈન ફી ભરી ને છેલ્લે ફોર્મને Confirm કરી દો.

અરજી ફી

જનરલ કેટેગરીરૂ. ૫૦૦/-
અન્ય તમામ કેટેગરીરૂ. ૪૦૦/-

અગત્યની તારીખો

ફોર્મ ભરવાનો સમયગાળોતા. ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
ફી સ્વીકારવાનો સમયગાળોતા. ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
પ્રાથમિક પરીક્ષા તારીખ (બહુવિકલ્પ)૦૪/૦૬/૨૦૨૩
મુખ્ય પરીક્ષા તારીખ૧૮/૦૬/૨૦૨૩

અગત્યની લિંક

TAT (માધ્યમિક) પરીક્ષાનું પરિણામ જોવા માટે : અહીં ક્લિક કરો

ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો