તલાટીની પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી, આજ થી OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ, જાણો તમામ વિગતો

By | April 13, 2023

Talati Exam Date : તલાટીની પરીક્ષાની તારીખ જાહેર : તલાટી ભરતી ની પરીક્ષા ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અગામી સમય દરમિયાન તલાટી કર્મ મંત્રી ની પરીક્ષા ૩૦ અપ્રિલ ના રોજ યોજવા ની માહિતી રજુ કરવામાં આવી હતી પણ તે તારીખમાં ફેરફાર કરી તલાટીની પરીક્ષા હવે 7 મી મેના રોજ લેવાશે. આ માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રજુ કરવામાં આવી છે.

તલાટીની નવી પરીક્ષાની તારીખ જાહેર

તમે મિત્રો જાણતા જ હસો કે આગવું તલાટી પરીક્ષા ની તારીખ ૩૦ અપ્રિલ નક્કી કરવા માં આવી હતી. તેમાં હવે ફેરફાર કરવા માં આવ્યો છે ને તલાટી નવી તારીખ 7 મી મે ના રોજ લેવાશે તેની જાણ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દ્વારા કરવા માં આવી છે.

ઋષિકેશ પટેલે શું કહ્યું ?

પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઇ છે. તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.

જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે

7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે, સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.

તલાટી પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું ?

  • મિત્રો, જે લોકોએ તલાટી નું ફોર્મ ભર્યુ છે, તેઓ OJAS પર જઈ આજ થી ફોર્મ ભરી શકશે.
  • આ ફોર્મ દ્વારા તમારે ખાતરી આપવાની રહેશે કે તમે પરીક્ષા આપવા માંગો છો.
  • તલાટી કન્ફોર્મેશન ફોર્મ ભરવા માટે કુલ ૬ દિવસનો સમય આપશે.
  • ફોર્મેમાં તમારો અરજી નંબર, જન્મ તારીખ જેવી સામાન્ય વિગતો ભરવાની રહેશે.
  • જે ઉમેદવારો તલાટી પરીક્ષાનું કન્ફોર્મેશન ફોર્મ નહી ભરે તે પરીક્ષા આપી શકશે નહીં.

મહત્વની લિંક

તલાટી કોલ લેટર નોટિફિકેશન : ડાઉનલોડ કરો

તલાટી પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ : અહીં અરજી કરો