સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો, દિવ્ય ભાસ્કર તરફથી

By | December 6, 2022

હાલમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણી માં સચોટ અનુમાન લગાવી તમે 1 લાખ રૂપિયાનું ઇનામ દિવ્ય ભાસ્કર દ્વારા જીતી શકો છો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમુક શરતો નીચે આપેલ છે, તે વાંચી ને આ સ્પર્ધામાં ભાગ લેવો. જે પણ વિજેતા થશે તેનું નામ 15 તારીખે જાહેર કરવામાં આવશે અને દિવ્ય ભાસ્કર દ્વારા ઇનામ એનાયત કરવામાં આવશે.

‘સચોટ અનુમાન લગાવો અને જીતો’ કોન્ટેસ્ટ : આ ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટો મળશે? સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો!ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો દિવસ પણ આવી પહોંચ્યો. ‘દિવ્ય ભાસ્કર’ એપ તરફથી અમે એવી હૃદયપૂર્વક આશા કરીએ છીએ કે આપે મતદાન કરીને દેશની લોકશાહીને ધબકતી રાખવાનો પ્રયાસ કર્યો જ હશે.

હવે સૌને ઇન્તેજાર છે આઠમી ડિસેમ્બરનો, જ્યારે તમામ EVM ખૂલશે અને કોણ જીત્યું અને કોણ હાર્યું તેનો ફેંસલો આવી જશે. આ પ્રક્રિયા થાય તે પહેલાં અમે આપના માટે એક કોન્ટેસ્ટ લઇને આવ્યા છીએ.આ કોન્ટેસ્ટ છે ‘સીટોનું સચોટ અનુમાન લગાવો અને જીતો’. વેલ, જીતો એટલે 1 લાખ રૂપિયા. જી હા, તમે સાચું જ વાંચ્યું છે, 1 લાખ રૂપિયા! આ કોન્ટેસ્ટમાં ભાગ લેવો એકદમ સિમ્પલ છે.

આ પણ જુઓ : બીજા તબક્કાના મતદાનની ટકાવારી જુઓ

તમે આ લખાણ દિવ્ય ભાસ્કર પર વાંચી રહ્યા હશો તો હોમપેજ પર ઉપરના ભાગે આ સ્પર્ધાનું બેનર દેખાતું હશે, તેના પર ક્લિક કરો.ક્લિક કરતાંવેંત એક ગૂગલ ફોર્મ ખૂલી જશે. તેમાં તમારું નામ, ઇમેલ એડ્રેસ, મોબાઇલ ફોન જેવી બેઝિક વિગતો ભરીને સચોટ અનુમાન લગાવવાનું છે કે વિધાનસભાની કુલ 182 સીટોમાંથી કયા પક્ષને કેટલી સીટો મળશે. યાને કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એમ કુલ ત્રણ પક્ષો તથા અન્ય પક્ષો અને અપક્ષો એમ કુલ ચાર વિકલ્પોમાં કોને કેટલી સીટો મળશે તેનો આંકડો ભરવાનો છે અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે.કોન્ટેસ્ટમાં ભાગ લેતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે, દરેક પક્ષ-અન્યની સાથે (શૂન્યથી 182ની વચ્ચેનો) કોઈ પણ એક જ આંકડો માંડવાનો રહેશે. અલ્પવિરામ, ડૅશ કરીને કે સ્પેસ છોડીને એકથી વધુ આંકડાઓ લખેલા હશે તો તે એન્ટ્રી માન્ય ગણાશે નહીં. બીજું, આ કોન્ટેસ્ટ બુધવાર, 7 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી જ ઑપન રહેશે. ત્યારપછી આવેલી એન્ટ્રીઓને ધ્યાને લેવામાં નહીં આવે.

સચોટ અનુમાન લગાવો અને જીતો

ધારો કે એકથી વધુ વ્યક્તિઓની એન્ટ્રી એક્ચ્યુઅલ રિઝલ્ટ સાથે એક્ઝેક્ટ મેચ ખાતી હશે, તો તેવી સ્થિતિમાં વિજેતાની જાહેરાત લકી ડ્રૉ દ્વારા સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે.વિજેતાની જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવશે. કોન્ટેસ્ટ વિશે કોઇપણ જાતનું કમ્યુનિકેશન ધ્યાને લેવામાં નહીં આવે. વિજેતાઓની પસંદગી પર DB Corp Ltdનો અબાધિત અધિકાર રહેશે. ઇનામની રકમ પર ભારત સરકારના IT એક્ટ હેઠળ નિયમાનુસાર TDS કપાશે. કોઇપણ જાતના વિવાદ અમદાવાદ કોર્ટના અધિકારક્ષેત્રને આધિન રહેશે. ઈનામની રકમ એનાયત કરતાં પહેલાં વિજેતાની ઓળખાણની ખરાઈ કરવાનો અધિકાર DB corp Ltd. પોતાની પાસે સુરક્ષિત રાખે છે.

આ ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો

કોન્ટેસ્ટનાં નિયમો અને શરતો

  • આ સ્પર્ધામાં બુધવાર 7 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી જ ભાગ લઈ શકાશે.
  • એકથી વધુ સાચી એન્ટ્રીઓની સ્થિતિમાં લકી ડ્રોથી એક વિજેતા નક્કી કરાશે.
  • તમામ ઇનામો પર IT એક્ટ હેઠળ TDS કપાશે.
  • વિજેતાઓની પસંદગી પર DB Corp Ltdનો અબાધિત અધિકાર રહેશે.
  • કોન્ટેસ્ટ વિશે કોઇપણ જાતનું કમ્યુનિકેશન ધ્યાનમાં લેવામાં નહીં આવે.
  • તમામ વિવાદ અમદાવાદ કોર્ટના અધિકારક્ષેત્રને આધિન રહેશે.
  • ઈનામની રકમ એનાયત કરતાં પહેલાં વિજેતાની ઓળખાણની ખરાઈ કરવાનો અધિકાર DB corp Ltd. પોતાની પાસે સુરક્ષિત રાખે છે.
  • એક પક્ષ માટે એક જ અનુમાન માન્ય ગણાશે.
  • વિજેતાની જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવશે.

મહત્વની લિંક

અનુમાન લગાવો અને ઇનામ જીતો : તમારું અનુમાન અહીં ભરો