Junior Clerk Call Letter 2023 : જુનીયર ક્લાર્ક કોલ લેટર 2023

By | March 31, 2023

Junior Clerk Call Letter 2023 : જુનીયર ક્લાર્ક કોલ લેટર 2023 : જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨૪૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 09 એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

GPSSB Junior Clerk Call Letter 2023

પોસ્ટનું ટાઇટલGPSSB Junior Clerk Call Letter 2023
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
સંવર્ગનું નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
પરીક્ષા તારીખ09 એપ્રિલ, 2023 (રવિવાર)
કોલલેટર / હોલટીકીટ / પ્રવેશપત્ર ડાઉનલોડ સમયગાળોતારીખ 31-03-2023ના 13:00 કલાકથી શરૂ

GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના

ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

GPSSB Junior Clerk Call Letter 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક

પરીક્ષા કેન્દ્ર સંબંધિત સૂચના : અહીં ક્લિક કરો

કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત : અહી ક્લિક કરો

કોલલેટર ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો