IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 – કુલ 80 જગ્યાઓ માટે ભરતી

By | October 12, 2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે. IRCTC દ્વારા COPA ની 80 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeship.gov.in પરથી તારીખ 7 ઓક્ટોબર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 15 થી 24 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.

સંસ્થાનું નામઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામકોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ80
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.apprenticeship.gov.in

IRCTC ભરતી 2022

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ80

IRCTC એપ્રેન્ટિસ ભરતી શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ 50% માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.

ટેક્નિકલ લાયકાત: ITI માં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

IRCTC એપ્રેન્ટિસ ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeship.gov.in પરથી તારીખ 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

IRCTC ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ધોરણ 10 ના મેરીટ આધારે કરવામાં આવશે. ફાઇનલ સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પક્રિયા પછી કરવામાં આવશે.

IRCTC એપ્રેન્ટિસ પગાર ધોરણ

અલગ અલગ લેવલ મુજબ ઉમેદવારો ને રૂ.5000/- થી 9000/- સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

મહત્વની લિંક

નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવા : અહીં ક્લિક કરો