Assembly elections Date, વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

By | November 3, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઇ રહી હતી તેનો આતુરતા નો અંત આજે આવી ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફર્સ યોજીને ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી નું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ચૂંટણીપંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ 26 દિવસની ગેપ વચ્ચે જ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે અને બંને રાજ્યોનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયી છે.

બે તબક્કામાં મતદાનની સંભાવના

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે.

ચૂંટણીનો કાર્યક્રમ જોવા : અહીં ક્લિક કરો

પત્રકાર પરિસદ આમંત્રણ લેટર : Click Here