વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો – સાવ સરળ રીતે કોઈપણ નું સ્ટેટ્સ ડાઉનલોડ કરો

By | October 9, 2022

વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો : વોટ્સએપ એ દુનિયામાં સૌથી વધુ વપરાતી સોશિયલ મીડિયા મેસેજિંગ એપ છે. અત્યારે કોઇપણ વ્યક્તિ વોટ્સએપ નો ઉપયોગ કરતો હશે. વોટ્સએપ માં ઘણાબધા ફ્રેન્ડ ના તમે સ્ટેટ્સ જોઈ શકતા હશો પરંતુ તેને ડાઉનલોડ કરી શકતા નથી. સ્ટેટ્સ ફક્ત 24 કલાક માટે જ રહે છે. તમને કોઈ મિત્ર નું સ્ટેટ્સ ગમે તો તેને ડાઉનલોડ કરવાની કોશિશ કરો છો પણ ડાઉનલોડ નહિ થાય. આજે આપણે આ પોસ્ટમાં જાણીશું કે વોટ્સએપ સ્ટેટ્સ ગેલેરીમાં માં કઈ રીતે સેવ કરવું.

વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો

વોટ્સએપ સ્ટેટ્સ આ સરળ રીતે ડાઉનલોડ કરી શકાય છે.થર્ડ પાર્ટી એપ દ્વારા અને File manager એપ દ્વારા વોટ્સએપ સ્ટેટ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ બે રીતે તમે સ્ટેટ્સ ડાઉનલોડ કરીને તમે તમારા ફોનની ગેલેરીમાં સેવ કરી શકો છો. આ સેવ કરેલું સ્ટેટ્સ તમે તમારા મિત્રો ને શેર કરી શકો છો અથવા તમારા વોટ્સએપ સ્ટેટ્સમાં પણ તેને રાખી શકો છો.

વોટ્સએપ સ્ટેટ્સ શુ છે?

વોટ્સએપ ને વર્ષ 2010 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે તે દુનિયામાં સૌથી વધારે વપરાતી મેસેજિંગ એપ છે. વોટ્સએપ દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2017 ના રોજ Status નામનું ફીચર્સ એડ કરવામાં આવ્યું હતું. આ એપ દ્વારા તમે તમારા મિત્રો જોડે લાઈવ ચેટ, ફોટા, ઉપયોગી ફાઇલ અને વીડિયો સરળ રીતે શેર કરી શકો છો. વોટ્સએપ ના સ્ટેટ્સ દ્વારા આપડે કોઈપણ ફોટો ,ટેક્સ્ટ કે 30 સેકન્ડ સુધીનો વીડિયો આપડા Whatsapp Status માં રાખી શકીએ છીએ.

વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરવાની રીત

  • થર્ડ પાર્ટી એપ દ્વારા
  • File Manager દ્વારા

થર્ડ પાર્ટી એપ દ્વારા સ્ટેટ્સ ડાઉનલોડ કરવું.

  • ગૂગલ પ્લે સ્ટોરમાં ઘણી બધી એવી એપ છે જેના દ્વારા વોટ્સએપ સ્ટેટ્સ સાવ સરળ રીતે ડાઉનલોડ કરી શકાય છે. Story Saver for Whatsapp એ સ્ટેટ્સ ડાઉનલોડ કરવા માટેની સૌથી પોપ્યુલર એપ છે. આ એપનું યુઝર રેટિંગ 4.1 છે અને 10 લાખથી વધુ લોકોએ આ એપને ડાઉનલોડ કરેલું છે. પ્લે સ્ટોર માં ઉપર મુજબ નું નામ લખીને આ એપને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
  • એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં Recent stories પર ક્લિક કરવાથી 24 કલાક માં જેટલા પણ સ્ટેટ્સ તમારા ફ્રેન્ડે મુક્યા હશે તે તમામ સ્ટેટ્સ જોઈ શકો છો.
  • આ તમામ સ્ટેટ્સમાંથી તમને કોઈપણ સ્ટેટ્સ ગમે તો તેની નીચે આપેલા ડાઉનલોડ ના icon પર ક્લિક કરીને તેને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

File મેનેજર દ્વારા સ્ટેટ્સ ડાઉનલોડ કરવું

આ બીજી રીતમાં વોટ્સએપ સ્ટેટ્સ કોઇપન એપ વગર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. નીચે આપેલા સરળ સ્ટેપ ને ફોલોવ કરીને તમે વોટ્સએપ Status સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

વોટ્સએપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલ File Manager એપને ઓપન કરો. કારણ કે જ્યારે પણ આપણે કોઈનું વોટ્સએપ સ્ટેટ્સ જોઈએ છીએ તે 24 કલાક માટે ફાઇલ મેનેજર વોટ્સએપ ફોલ્ડર માં સેવ રહે છે.

  • સૌ પ્રથમ File Manager એપને ઓપન કરો.
  • File Maneger માંથી Internal Storage વાળા ઑપ્સન ક્લિક કરો અને Whatsapp નામનું ફોલ્ડર ઓપન કરો.
  • Whatsapp ફોલ્ડર માં ગયા બાદ સૌથી છેલ્લે Media નામનું ફોલ્ડર હશે તેમાં ફોટો અને વીડિયો સેવ કરેલા હશે.
  • Media નામ ફોલ્ડર માં .Statuses નામનું એક બીજું ફોલ્ડર હશે તેને ખોલો.
  • હવે તમે 24 કલાક માં જેટલા પણ સ્ટેટ્સ જોયા હશે તે બધા સ્ટેટ્સ તમે આ ફોલ્ડર માં જોઈ શકો છો, તેમાંથી તમને જે વિડિઓ કે ફોટો ગમે તેને સિલેક્ટ કરો.
  • ફાઇલ સિલેક્ટ કર્યાબાદ નીચેથી Move ના ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે જે પણ ફોલ્ડરમાં આ ફાઇલ ને રાખવી હોય ત્યાં તેને Paste કરી દો.

આમ, ઉપરના સરળ સ્ટેપ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટી એપ વગર વોટ્સએપ સ્ટેટ્સ ને ગેલેરીમાં સેવ કરી શકો છો.

વોટ્સએપ સ્ટેટ્સ સેવર એપ ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો