SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 @ssc.nic.in

By | October 28, 2022

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 24,369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો ભારતીય પેરામીલીટરી ફોર્સમાં જોડાવા માંગે છે તેમના માટે આ નોકરીનો સુવર્ણ મોકો છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ ની જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ ની 24,369 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) નું આયોજન જાન્યુઆરી 2023 માં કરવામાં આવ્યું છે.

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામGD કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ24,369
અરજી પ્રકારઓનલાઈન
જોબ લોકેશનભારત
ફોર્મ શરૂ થવાની તારીખ27 ઓક્ટોબર 2022
ફોર્મની છેલ્લી તારીખ30 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટssc.nic. in

સ્ટાફ સિલેક્શન GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા GD કોન્સ્ટેબલ ની 24000 થી વધુ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટ (ફોર્સ પ્રમાણે)કુલ જગ્યાઓ
BSF10497
CISF100
CRPF8911
SSB1284
ITBP1613
AR1697
SSF103
NCB164
Total24,369

SSB GD કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટયૂટ માંથી પાસ કરેલું હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા તેમજ શારીરિક ફિટ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી ઓનલાઈન અરજી તારીખ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી કરી શકશે.

અરજી ફી

GEN/EWS/OBCરૂ.100/-
Women/SC/ST/ESMકોઈ ફી નહિ

SSC GD કોન્સ્ટેબલ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, શારીરિક કસોટી, મેડિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

SSC GD કોન્સ્ટેબલ સેલેરી

આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પે લેવલ -3 મુજબ રૂ.21,700 થી 61,900 નું પગાર ધોરણ આપવામાં આવશે અને NCB ના સિપાઈ માં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પે લેવલ – 1 રૂ.18000 થી 56,900 નું પગાર ધોરણ આપવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન અરજીનો સમયગાળો27-10-2022 થી 30-11-2022
ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ30-11-2022
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ01-12-2022
ચલણ દ્વારા ફી ભરવાની છેલ્લી તારીખ01-12-2022
CBT ટેસ્ટની તારીખજાન્યુઆરી 2022

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો