NASA DART : ગૂગલ પર NASA DART સર્ચ કરો અને જુઓ સેટેલાઈટનો વિસ્ફોટ

By | November 15, 2022

NASA DART : સર્ચ એન્જિન કંપની ગૂગલ Google પર ઘણા ઇસ્ટર એગ્સ અથવા સિક્રેટ સર્ચ ટર્મ્સ જોવા મળે છે. જે તમે સર્ચ કરતાની સાથે જ સ્ક્રીન પર જોરદાર અસર જોવા મળી રહી છે. આપણે જાણીએ છીએ કે ગુગલએ વિશ્વનું મોટામાં મોટું સર્ચ એન્જીન છે, અને ટેકનોલોજીનો મોટો ભંડાર છે, બસ તમે સર્ચ કરો એટલે તમારા પ્રશ્નોનું સમાધાન તમેને મળવા લાગે છે.

NASA DART

NASA DART : પેહલા તો એ જાણવું જરૂરી છે કે આ NASA DART શું છે? તો તમને જણાવી દઈએ કે યુએસ સ્પેસ એજન્સી NASAના DARTમિશનની સફળતાને ધ્યાનમાં રાખીને આવી જ એક અસરનો સમાવેશ ગુગલ દ્વારા તેની સિક્રેટ ટ્રીક્સ માં ઉમેરવામાં આવ્યો છે, Google પર આ મિશન વિશે સર્ચ કરનારાઓને ઉપગ્રહનો વિસ્ફોટ તેમના કોમ્મપુટરની / ટેબ્જેલેટ કે મોબાઈલની સ્ક્રીન પર મજેદાર રીતે જોવા મળી રહ્યો છે.

આ પણ ખાસ વાંચો : વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું ?

નાસાની ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART) તપાસ ટીમ દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં મેળવેલા ડેટાનું વિશ્લેષણ તેના લક્ષ્ય એસ્ટરોઇડ, ડિમોર્ફોસ, એસ્ટરોઇડની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક ફેરફાર સાથે અવકાશયાનની ગતિશીલ અસર દર્શાવે છે. આ માનવતા દ્વારા પ્રથમ વખત અવકાશી પદાર્થની ગતિને હેતુપૂર્વક બદલવાની અને એસ્ટરોઇડ ડિફ્લેક્શન ટેક્નોલોજીના પ્રથમ પૂર્ણ-સ્કેલ પ્રદર્શનને ચિહ્નિત કરે છે.

NASA DART ઈફેક્ટ જોવા માટે શું કરવું પડશે?

એના માટે અમે તમને જણાવી દઈએ કે તમારે પહેલા ગૂગલ સર્ચ એન્જીન પર જઈને ‘NASA DART’ લખીને સર્ચ કરવાનું રહેશે. તમે તેને બીજી એ.બી.સી.ડી. અથવા કેપિટલ અક્ષરો એમ બંનેમાં લખીને શોધી શકો છો. જેમ તમે ટાઈપ કરશો અને એન્ટર કરશો, સ્ક્રીનની ડાબી બાજુથી એક એનિમેટેડ સેટેલાઇટ દેખાશે અને તે વિસ્ફોટ થશે. પછી આખી સ્ક્રીન જમણી તરફ નમશે, જે સૂચવે છે કે સેટેલાઇટ તમારી સ્ક્રીનને અથડાયો છે.

NASA DART નો વિડીઓ NASA દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે

Source : @NASA

ગૂગલ Googleના ઇસ્ટર એગનો વીડિયો નાસાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. નાસાએ લખ્યું,તમારી Google શોધ કંઈક ધમાકેદાર બની શકે છે! તમારે Google પર ‘NASA DART’ સર્ચ કરવું પડશે અને તમે બ્રાઉઝરમાં તમારા ગ્રહ સંરક્ષણની ઝલક જોશો.

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા : અહી ક્લિક કરો