RTE Online Admission 2023 | RTE ના એડમીશન ફોર્મ ક્યારે શરુ થશે

By | March 20, 2023

RTE Online Admission 2023 | શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. RTE Online Admission 2023 પણ આવી જ એક શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે. હવે તમારા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમા શિક્ષણ આપી શકો છો. RTE Online Admission 2023 માટે ક્યારે ફોર્મ ભરાશે, આર.ટી.ઇ. એડમીશનની શું પ્રોસેસ હોય છે ? વગેરે બાબતોની આજે આ પોસ્ટ મા માહિતી મેળવીશુ. right to education 2009 અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી શાળામા 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. શિક્ષણ નો અધિકાર 2009 એટલે કે RIGHT TO EDUCATION અન્વયે ધોરણ 1 માં વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ફ્રી એડમીશન આપવામા આવે છે.

RTE Online Admission 2023

પ્રવેશનું નામRTE Online Admission 2023
RTE Online Admission 2023 Notificationમાર્ચ, 2023
RTE ફોર્મ તારીખમાર્ચ, 2023 થી એપ્રિલ, 2023
આર્ટિકલ કેટેગરીવિવિધ ફોર્મ
વેબસાઈટrte.orpgujarat.com

RTE ના એડમીશન ફોર્મ ક્યારે શરુ થશે

RTE એડમીશન ની પ્રક્રિયા દર વર્ષે શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા શરુ કરવામા આવે છે. જેમાં જુન મહિનામા ખુલતા વેકેશન સુધીમા વિદ્યાર્થીને એડમીશન આપી દેવામા આવે છે. ચાલુ વર્ષે હજુ RTE Admission 2023 Date જાહેર કરવામા આવી નથી. સંભવિત એપ્રીલ મહિનામા પ્રક્રિયા શરુ થશે તેવી શક્યતાઓ રહેલી છે. RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.

RTE Online Admission 2023 પ્રક્રિયા

RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.

  • સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.
  • નક્કી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • ઓનલાઇન ફોર્મમા શાળાઓ પસંદ કરતી વખતે વિદ્યાર્થી નુ જ્યા રહેઠાણ હોય તેની 6 કિ,મિ, ની ત્રીજયામા આવેલી ખાનગી શાળા પસંદ કરી શકાય છે.
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ ક્યાય હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો અપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.
  • ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડે વિદ્યાર્થીઓને એડમીશન આપવામા આવે છે.
  • એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ એડમીશન લેટર ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.

RTE Online Admission 2023 ડોક્યુમેન્ટ લિસ્ટ

  • રહેઠાણ નો પુરાવો
  • વાલીનું જાતીનું પ્રમાણપત્ર
  • જન્મનું પ્રમાણપત્ર
  • ફોટોગ્રાફ
  • વાલીની આવકનું પ્રમાણપત્ર
  • બીપીએલ (BPL RATION CARD)
  • વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ: મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
  • અનાથ બાળક: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
  • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
  • બાલગૃહ ના બાળકો: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
  • બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો: જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
  • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો: સિવિલ સર્જન પ્રમાણપત્ર
  • ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ): સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
  • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો: સિવિલ સર્જન પ્રમાણપત્ર
  • શહીદ થયેલ જવાનના બાળકો: સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
  • સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે: ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

  • બાળકનું આધારકાર્ડ: બાળકના આધારકાર્ડની નકલ​
  • વાલીનું આધારકાર્ડ: વાલીના આધારકાર્ડની નકલ​
  • બેંકની વિગતો: બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

વાલીઓ માટે સૂચનાઓ

ઘણા વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામા ખબર પડતી ન હોવાથી બીજા પાસે ઓનલાઇન ફોર્મ ભરાવતા હોય છે. જેમા ઘણી વખત જ્યા પ્રવેશ ન લેવો હોય તેવી શાળા સીલેકટ થઇ જતી હોવાથી તેમા એડમીશન મળે તો પાછળથી તેમા કોઇ ફેરફાર થતો નથી. એટલે વાલીઓએ ફોર્મ ભરતી વખતે શાળા સીલેકટ કરવામા ખાસ કાળજી રાખવી જોઇએ. ઉપરાંત આરટીઈ એડમીશન નોટીફીકેશન આવ્યા બાદ વાલીઓને ડોકયુમેન્ટ કઢાવવા માટે પહેલા સમય આપવામા આવે છે. ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થાય છે. તેથી પહેલા જરૂરી ડોકયુમેન્ટ એકઠા કરી લેવા જોઇએ.

મહત્વની લિંક

વેબસાઈટ લિંક : અહીં ક્લિક કરો