NHM અમદાવાદ ભરતી 2023

By | January 9, 2023

NHM અમદાવાદ ભરતી 2023 : નેશનલ હેલ્થ મિશન અતર્ગત અમદાવાદ ઝોન હસ્તકના જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરની જીલ્લા હોસ્પિટલ, સબ જીલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પીડીયાટ્રીશીયન, સ્ટાફ નર્સ, નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી-NPM, ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને અન્ય જગ્યાઓ 11 માસના કરાર ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM અમદાવાદ ભરતી 2023

પોસ્ટ ટાઈટલNHM અમદાવાદ ભરતી 2023
પોસ્ટ નામસ્ટાફ નર્સ અને અન્ય
કુલ જગ્યા42
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ19-01-2023
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

અમદાવાદ NHM ભરતી 2023

નેશનલ હેલ્થ મિશન અમદાવાદ ભરતી 2023 અંતર્ગત કુલ 42 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

નેશનલ હેલ્થ મિશન અમદાવાદ ભરતી 2023

ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી નીચે મુજબ છે.

NHM ભરતી 2023 / નેશનલ હેલ્થ મિશન ભરતી 2023

ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે જેની ચર્ચા આપડે આ લેખમાં કરીએ.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
પીડીયાટ્રીશીયન4મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા માન્યતા પ્રાપ્ત એમ.બી.બી.એસ. સાથે પિડીયાટ્રીકમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી.
સ્ટાફનર્સ4ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત બી.એસ.સી. નર્સીંગ અથવા માન્યતા પ્રાપ્ત નર્સીંગ કાઉન્સીલમાંથી ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગ અને મીડવાઈફરીની ડીગ્રી.
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી (NPM)5– ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સીંગ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બી.એસ.સી. (નર્સીંગ) અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી. તથા
– ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બેઝીક ડીપ્લોમા ઇન નર્સ પ્રેકટીશનર મીડવાઈફરી. તથા
– કોમ્પ્યુટર એપ્લીકેશનનું જ્ઞાન ધરાવતા.
ઓડિયોલોજીસ્ટ અને સ્પિચ થેરાપીસ્ટ2ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્પીચ અને લેન્ગવેજ પેથોલોજીના સ્નાતકની ડીગ્રી.
સાયકોલોજીસ્ટ2ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઈલ્ડ સાયકોલોજી.
ઓપ્ટોમેટ્રીસ્ટ4ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રી અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીની ડીગ્રી.
ડેન્ટલ ટેક્નીશ્યન2માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી 1 અથવા 2 વર્ષનો ડેન્ટલ ટેકનીશીયન કોર્ષ.
લેબ ટેકનીશ્યન3માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક અને સરકાર માન્ય સંસ્થામાંથી DMLT કોર્ષ.
ફિઝીયોથેરાપીસ્ટ1ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ફિઝીયોથેરાપીની સ્નાતકની ડીગ્રી.
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ7માન્ય યુનિવર્સીટીમાંથી વાણીજ્ય સ્નાતક (બી.કોમ)ની સાથે કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ, ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગ, ડેટા એન્ટ્રી, એકાઉન્ટીંગ તેમજ એકાઉન્ટીંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સિસ્ટમની જાણકારી. વાણીજ્ય અનુસ્નાતકને પ્રાધાન્યતા આપવામાં આવશે. ઓછામાં ઓછા 1 વર્ષની કામગીરીનો અનુભવ.
એ.એચ.એ. આસીસ્ટન્ટ2કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે કોમ્પ્યુટર એપ્લીકેશન ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ કરેલ (MS Office, Word, Excelની અદ્યતન જાણકારી), ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગ, ડેટા એન્ટ્રી ઉપરાંત ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સિસ્ટમની જાણકારી, ઓછામાં ઓછા 1 વર્ષની કામગીરીનો અનુભવ.
આર.એમ.એન.સી.એચ. + એ કાઉન્સેલર5માસ્ટર ઇન સોશ્યલ વર્ક (MSW), ઇન્ટર પર્સનલ કોમ્યુનીકેશન સ્કીલ, ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા, ડેટા મેનેજમેન્ટ સ્કીલ, બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (વિન્ડોઝ, એમ.એસ. ઓફીસ અને ઇન્ટરનેટ), ટીમવર્કની આવડત, કાઉન્સેલિંગના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા.
– ફક્ત સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકશે.
જે.એસ.એસ.કે. કાઉન્સેલર1કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.
ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા, ડેટા મેનેજમેન્ટ સ્કીલ, બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (વિન્ડોઝ, એમ.એસ.ઓફીસ અને ઈન્ટરનેટ), ટીમવર્કની આવડત, કાઉન્સેલિંગના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા.

પગાર ધોરણ અને વય મર્યાદા

પોસ્ટ નામમાસિક મહેનતાણુંઉંમર
પીડીયાટ્રીશીયનરૂ. 50,000/-મહત્તમ 40
સ્ટાફનર્સરૂ. 13,000/-મહત્તમ 40
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી (NPM)રૂ. 30,000/-મહત્તમ 40
ઓડિયોલોજીસ્ટ અને સ્પિચ થેરાપીસ્ટરૂ. 15,000/-મહત્તમ 40
સાયકોલોજીસ્ટરૂ. 11,000/-મહત્તમ 40
ઓપ્ટોમેટ્રીસ્ટરૂ. 12,500/-મહત્તમ 40
ડેન્ટલ ટેક્નીશ્યનરૂ. 12,000/-મહત્તમ 40
લેબ ટેકનીશ્યનરૂ. 13,000/-મહત્તમ 40
ફિઝીયોથેરાપીસ્ટરૂ. 15,000/-મહત્તમ 40
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટરૂ. 13,000/-મહત્તમ 40
એ.એચ.એ. આસીસ્ટન્ટરૂ. 12,000/-મહત્તમ 40
આર.એમ.એન.સી.એચ. + એ કાઉન્સેલરરૂ. 16,000/-મહત્તમ 45
જે.એસ.એસ.કે. કાઉન્સેલરરૂ. 12,000/-મહત્તમ 45

ખાલી જગ્યાની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો.

સૂચનાઓ

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે, આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે.

ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.

વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાત, દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 19-01-2023ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

ઉમેદવાર તા. 19-01-2023ના રોજ સાંજે 06:10 પહેલા અરજી કરી શકશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકશે નહી.

નિમણૂક લગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદને રહેશે.

મહત્વની લિંક

NHM અમદાવાદ ભરતી 2023 જાહેરાત : અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો : અહીં ક્લિક કરો