જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022

By | September 28, 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022: ભારત સરકારની બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) હેઠળ કાર્યરત બાળ સુરક્ષા એકમ, વડોદરા ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પક્રિયાની માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા તથા સરકારી સંસ્થા ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ (ઝોનલ) વડોદરા અને બિન સરકારી સંસ્થાઓ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બેઇઝ, બાળ ગોકુલમ વડોદરા તથા જાગૃતિ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત ડોન બોસ્કો સ્નેહાલય ઓપન સેલ્ટર હોમ વડોદરામાં મંજુર થયેલ નીચે મુજબની જગ્યાઓ 11 માસના હંગામી ધોરણે ભરવા માટે તા.07/10/2022 ના રોજ ઉમેદવારોની પસંદગી કરવા માટે વોકઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.

યોજનાનું નામબાળ સુરક્ષા યોજના
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ05
પસંદગી પક્રિયાઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ07/10/2022
નોકરીનું સ્થળવડોદરા

જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ખાતે એકાઉન્ટન્ટ, ગૃહ માતા, ગૃહ પિતા અને આઉટ રીચ વર્કરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
એકાઉન્ટન્ટ01
ગૃહ માતા01
ગૃહ પિતા01
આઉટ રીચ વર્કર02

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
એકાઉન્ટન્ટB.com અથવા M. com અથવા CA લઘુતમ 50% સાથે ઉત્તીર્ણ
ગૃહ માતાકોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્યુટર નું પાયાનું જ્ઞાન
ગૃહ પિતાકોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્યુટર નું પાયાનું જ્ઞાન
આઉટ રીચ વર્કરBRS અથવા BSW અથવા BA વીથ સમાજશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ

વય મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
એકાઉન્ટન્ટ21 થી 40 વર્ષ
ગૃહ માતા21 થી 40 વર્ષ
ગૃહ પિતા21 થી 40 વર્ષ
આઉટ રીચ વર્કર40 વર્ષથી વધુ નહીં

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ પર ઉપસ્થિત થવાનું રહેશે.

નોંધ:- સવારે 09:00 થી 11:00 કલાક વચ્ચે રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

સરનામું: ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ,બાળ ગોકુલમ, ભૂતડીઝાપા ,પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, કારેલીબાગ, વડોદરા

જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
એકાઉન્ટન્ટરૂ.14000/-
ગૃહ માતારૂ.13000/-
ગૃહ પિતારૂ.13000/-
આઉટ રીચ વર્કરરૂ.11000/-

મહત્વની લિન્ક

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા : અહીં ક્લિક કરો