જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2023: વિદ્યાર્થીઓ માટે સરકારની નવી યોજના, જાણો કઈ રીતે ફોર્મ ભરવું?

By | May 11, 2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2023: વિદ્યાર્થીઓ માટે સરકારની નવી યોજના, જાણો કઈ રીતે ફોર્મ ભરવું? : ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધે તે માટે સરકારી યોજના અને સહાય જેવી કે RTE ADMISSION, પ્રધાન મંત્રી શિશ્યુવૃતિ સહાય યોજના, યશસ્વી સહાય યોજના જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવશે.આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું?, તેના માટે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટની જરૂર પડશે?, લાયકાત ધોરણો જેવી માહિતી નીચે પોસ્ટમાં આપવામાં આવી છે.

ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે

હાલમાં જ રાજ્ય સરકારે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. જેમાં દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આ સ્કોલરશીપ અંતર્ગત ધો.9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20,000/- મળશે. તે ઉપરાંત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશીપ અપાશે. જ્યારે ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે. 

સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાશે

આ સ્કોલરશીપ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની 80% હાજરીને આધારે ચૂકવવામાં આવશે. ધોરણ 9 થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળાનું શિક્ષણ છોડી દે, તેમજ વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાંઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપની પાત્રતા

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

 • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોવું જોઈએ.
 • RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ.

સ્કોલરશીપ કેટલી મળશે?

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

 • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20,000/- સ્કોલરશીપ મળવાપાત્ર છે.
 • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25,000/- સ્કોલરશીપ મળવાપાત્ર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીની પસંદગી કઈ રીતે થશે?

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
 • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર થશે.
 • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવશે.
 • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની કસોટી કઈ રીતે લેવામાં આવશે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામા વિદ્યાર્થીઓની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામા આવશે. આ પરીક્ષાનું કસોટીનુ માળખુ નીચે આપવામાં આવ્યું છે.

 • આ કસોટી 120 ગુણની હશે અને સમય 150 મિનિટ આપવામાં આવશે.
 • પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી ભાષામા હશે.
 • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટીપ્રશ્નોમાર્કસ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

 • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
 • તેમા Apply Online પર ક્લીક કરો.
 • હવે તેમાં જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
 • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મમા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
 • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય ડિટેલ્સ સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
 • છેલ્લે તમારુ સરખી રીતે જોઈ અને કંફર્મ કરો.
 • આ ફોર્મ ની પ્રિન્ટ ભવિષ્યના ઉપયોગ માટે કાઢી લો.

ધ્યાનમાં લેવાની તારીખો

 • ફોર્મ ક્યારથી કઈ તારીખ સુધી ભરાશે? : 11-5-2023 થી 01-06-2023 (તારીખ લંબાવાઈ)
 • પરીક્ષા તારીખ : 11/06/2023

મહત્વની લિંક

જાહેરાત માટેની PDF અહીથી ડાઉનલોડ કરો : અહી ક્લિક કરો

જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો