આજે ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન

By | December 1, 2022

આજે ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન જાણો મતદાનને લગતા તમામ સમાચારો અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે.

આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન થયું છે. તો જોઈએ મતદાન અંગેની સંપૂર્ણ માહિતી…

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

પહેલા તબક્કાનું અંદાજિત 57 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

જ્યાં જ્યાં મતદાન છે તેના મુખ્ય દરવાજા થયા બંધ કરી દેવામાં આવ્યા છે. અંદર લાઈનમાં ઊભા છે એ લોકોને મતદાન કરવા દેવામાં આવશે.

ગુજરાત ચૂંટણી 2022

પહેલા તબક્કાનું અંદાજિત મતદાન 57%

સોર્સ- divyabhaskar.co.in

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા : અહીં ક્લિક કરો