ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી 2022

By | August 31, 2022

સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી 2022 : ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનીકલ એક્ષપર્ટ(આઉટસોર્સ)ની 35 જગ્યાઓ માટે હંગામી 11 માસના કરાર આધારે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી 2022

પોસ્ટ ટાઈટલગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી 2022
પોસ્ટ નામટેકનીકલ એક્ષપર્ટ
કુલ જગ્યા35
સંસ્થાનું નામસી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર
જોબ સ્થળગુજરાત
છેલ્લી તારીખ9 સપ્ટેમ્બર, 2022
સત્તાવાર વેબસાઈટwww.cidcrime.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

ગુજરાત CID ક્રાઈમ ભરતી 2022

જે મિત્રો CID ક્રાઈમ બ્રાંચની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ સારી તક છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે બાબત નીચે મુજબ છે.

લાયકાત અને અનુભવ

સરકાર માન્ય સંસ્થામાં અથવા સરકાર સંલગ્ન સંસ્થામાંથી MSc IT Security / MSc ડીજીટલ ફોરેન્સિક / MSc સાયબર સિક્યુરિટી / BE or B.Tech in E & C / B.E. or B.Tech in કોમ્પ્યુટર એન્જિનિયર / B.E. or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ / B.E. or B.Tech in I.T / Information Communication & Technology અંગેની પદવી ધરાવતા હોવા જોઈએ

અનુભવ : ઓછામાં ઓછો 2 વર્ષનો સાયબર સિક્યુરીટી અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

પગાર અને ભથ્થા

  • રૂ. 25,000/- માસિક ફિક્સ

નોંધ :

  • સરકાર માન્ય સંસ્થા અથવા સરકાર સંલગ્ન સંસ્થામાંથી ડીજીટલ ફોરેન્સિક / સાયબર સિક્યુરીટીનો કોર્ષ કરેલ હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ગુજરાત રાજ્યના તમામ શહેરો / જીલ્લા ખાતે ફરજ બજાવવાની રહેશે.
  • ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ જરૂરી
  • ccc સમકક્ષનું કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી.
  • નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
  • અરજદાર વિરુદ્ધ કોઈ પણ ક્રીમીનલ કેસ / ગંભીર કાયદાકીય પ્રક્રિયા / ખાતાકીય તપાસ પડતર કે સુચિત ના હોવી જોઈએ.
  • અરજી કરતા પહેલા જાહેરાત વાંચી લેવી

સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી અરજી કરવાની પ્રક્રિયા

અરજીપત્રકનો નમુનો તથા કરારની બોલીઓ અને શરતો તા. ૩૦/૦૮/૨૦૨૨ થી ૦૯/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરીની વેબસાઈટ http://cidcrime.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા. ૦૯/૦૯/૨૦૨૨ સુધીમાં “પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી, સેક્ટર ૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર – ૩૮૨૦૧૮” ના સરનામે રજી. પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામા પરથી રજી. પોસ્ટ કરવું અને ઉમેદવારોનો મોબાઈલ નંબર તથા પરિવારના એક સભ્યનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. અરજીપત્રક રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.

સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી અરજી તારીખ

  • ફોર્મ શરૂ તારીખ : ૩૦/૦૮/૨૦૨૨
  • ફોર્મ છેલ્લી તારીખ : ૦૯/૦૯/૨૦૨૨

જાહેરાત : અહીં ક્લિક કરો

અરજી ફોર્મ : અહીં ક્લિક કરો