PAN And Aadhar Link Extend | પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો | 30 જૂન પહેલા લિંક કરો

By | March 13, 2023

PAN and Aadhar Link | પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી)એ તાજેતરમાં સોશિયલ મિડિયા પર માહિતી આપી હતી કે, PAN and Aadhar Link 2023 કોઈ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 30 જૂન 2023 સુધીમાં અપડેટ કરવામાં નહી આવે તો તે પાનકાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે.

PAN and Aadhar Link

પોસ્ટનું નામPAN and Aadhar Link
ડીપાર્ટમેન્ટઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટeportal.incometax.gov.in

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મર્યાદા 31 જુલાઈ 2022 હતી. એ પછી રૂ. 1000 દંડ ભરીને વિગતો લિંક કરવાની સુવિધા અપાઈ હતી. જો કે આ સુવિધા પણ 30 જૂન પછી બંધ થશે. PAN and Aadhar Link 2023 આ મુદ્દત સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવામાં અહીં આવે તો પાનકાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા નહી કરી શકે.

આમ સીબીડીટીએ દરેક કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપી છે. જો આધારકાર્ડ પાનકાર્ડ લિંક નહી કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના વ્યવહારો અટકી જશે. 50 હજાર ઉપરની રોકડ ઉપાડ, બે લાખથી વધારેની ફિક્સ ડિપોઝીટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદી-વેચાણ જેવા વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઉભી થાય છે. જો કરદાતા 30 જૂન 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરે તો ઘણા બધા કરદાતાઓ ઇન્કમટેક્સના રીફંડ અને વ્યવહારો અટકી જશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાના સ્ટેપ

PAN and Aadhar Link, પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે નીચે આપેલ સરળ સ્ટેપનો ઉપયોગ કરો. પહેલા NSDL પોર્ટલ પર જઈને ફી ભરવાની રહેશે. ફી ભરવાની તમામ માહિતી લેખની પૂરો થાય પછી એક લિંક આપેલ છે. ત્યાર બાદ નીચેના સ્ટેપ જુઓ.

  • સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2 : જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.
  • સ્ટેપ 4 : આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.
  • સ્ટેપ 5 : પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.
  • સ્ટેપ 6 : Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 : તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે.
  • સ્ટેપ 8 : Continue બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 9 : આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.
  • સ્ટેપ 10 : મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.
  • સ્ટેપ 11 : OTP નંબર લખી Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 12 : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરો

  • સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2 : ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 3 : પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર લખો.
  • સ્ટેપ 4 : View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 : જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.

પાન આધાર લિંક માટે દંડ ભરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું

પુષ્ટિકરણ સ્ક્રીન પર, તમારું નામ આવકવેરા વિભાગના ડેટાબેઝમાં દેખાય છે તે રીતે રજૂ કરવામાં આવશે.

ચલન નંબર/ITNS 280 મેજર હેડ કોડ 0021 (ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)) અને માઇનોર હેડ કોડ 500 (અન્ય રસીદો) નો ઉપયોગ નોટિફિકેશન દ્વારા જાહેર કર્યા મુજબ (PAN and Aadhar Link 2023) PAN અને આધારને મોડેથી લિંક કરવા માટે રૂ. 500 ની કિંમત ચૂકવવા માટે કરવો આવશ્યક છે. નં. 29 માર્ચ, 2022 ના રોજ, સૂચના નં. 17/2022/F. નંબર 370142/14/2022-TPL જારી કરવામાં આવ્યો હતો.

કોઈ પણ સંજોગોમાં પાન-આધાર લિન્કેજ માટે 234H હેઠળ ચૂકવેલ ફી રિફંડ કરી શકાતી નથી.

મહત્વની લિંક

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો : અહીં ક્લિક કરો

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરો : અહીં ક્લિક કરો