આગામી 24 કલાકમાં મેઘ તાંડવ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

By | July 5, 2022

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાત્રે મેઘ તાંડવ

આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં વાદળ છાયા વાતાવરણ સાથે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્મ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

રાયજમાં આજે રાત્રીથી લય કાલ સવાર સુઘીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના  વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને  આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. 

સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમાનાથ અને જુનાગઢમાં ઓરેંજ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. બાકીના વિસ્તારોમાં વાદળછાયા વાતારણ રેવાની શકયતા છે. તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શકયતા છે. 

હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, ભરૃચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

  • 6, 7 અને 8 જુલાઈ ના ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદના ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. 
  • દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ખાસ સંભાવના છે 
  • અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ તેમજ સિટીમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે સામાન્ય વરસાદ રહેશે પરંતુ ત્યારબાદ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે.
  • લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદની અંદર 5 થી 10 જુલાઈ દરમિયાન 5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જનાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસોમાં આખા ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આઠ જુલાઈ ના રોજ ખૂબ ભારીથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 7 અને 8 જુલાઈ ના રોજ સર્વત્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એકલો પ્રેશર બન્યું છે. ઍ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે તેવી શક્યતા જણાવી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદના સારા સંજોગો બનશે.