ધોધમાર કડાકા-ભડાકા સાથે વરસાદ, દરિયો તોફાની બન્યો, હવામાન વિભાગની મોટી આગાહી

By | June 13, 2022

વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું આજે ગુજરાતના કાંઠા વિસ્તારના અને મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે હવામાન વિભાગે સીએમને બ્રિફિગ કર્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહનતીએ સીએમ ઓફીસ ખાતે હવામાનને લઈને બ્રિફિગ કર્યું છે.

દિવ અને વલસાડમાં ચોમાસાનું આજે વિધિવત આગમન થયું છે.

હવે ગુજરાત રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી ૨૪ કલાક દરમિયાન ગાંધીજી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક સુધી ચોમાસુ આગળ વધી શકે છે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

જો આજે વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેલ્લા છ કલાકમાં ૧૫ તાલુકામાં વરસાદ પડ્યો છે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નડિયાદ તાલુકામાં ૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે

માછીમારોને ખાસ ચેતવણી

દક્ષિણ ગુજરાત થી લઈ ઉત્તર કેરાલ સુધીના ઓફ શોર ટ્રાફ સહિતના પરિવારને લઈને અરબી સમુદ્ર તોફાની બનવાની શક્યતા છે. તેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને ખાસ કરીને આવતીકાલે દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

ગઈકાલનો દક્ષિણ ગુજરાતથી મધ્ય અરબી સમુદ્ર સુધીનો ટ્રાફ (હવાના હળવાં દબાણનો પટ્ટો) હવે મધ્ય મહારાષ્ટ્રથી મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાયેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગે મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ ઉપરાંત ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ વિસ્તારમાંના માછીમારોને સાબદા કરીને જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની, દરિયો રફ રહેવાની, ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

વિગતવાર માહિતી માટે : અહીં ક્લિક કરો..